ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘા ભક્ત

Revision as of 16:13, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાઘા(ભક્ત) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૨૫/સં.૧૮૮૧ ભાદરવા-૧૧] : રામકબીર સંપ્રદાયના હરિજન સંતકવિ. પ્રેમસાગરના શિષ્ય. ગોંડલ પાસેના વાછરા ગામના વતની. પિતા પાતાભાઈ.માતા લક્ષ્મીબાઈ.તેમનો જન્મ ઈ.સ. ૧૭૯૨માં થયો હોવાનું અનુમાન થયું છે. ચારથી ૮ કડીનાં ૪ પદ(મુ.)ના કર્તા. એમાં તેમની ૮ કડીની ‘ચૂંદડી’ વધુ પ્રચલિત છે. કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૨. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.);  ૩. ઊર્મિનવરચના, જૂન ૧૯૭૦-‘વાઘા ભગતનાં ભજનો’, સં. જયમલ્લ પરમાર. [શ્ર.ત્રિ.]