ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંવેગદેવ-સંવેગરંગ ગણિ

Revision as of 12:22, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંવેગદેવ/સંવેગરંગ(ગણિ)'''</span> [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમદેવસૂરિશિષ્ય રત્નશેખરના શિષ્ય. ૧૦૪ કડીની ‘પિંડવિશુદ્ધિ પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૭), ૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંવેગદેવ/સંવેગરંગ(ગણિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમદેવસૂરિશિષ્ય રત્નશેખરના શિષ્ય. ૧૦૪ કડીની ‘પિંડવિશુદ્ધિ પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૭), ૧૦૧૪ શ્લોકના ‘આવશ્યક પીઠિકા-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૮) ‘ષષ્ટિશતક-બાલાવબોધ’ તથા ‘ચઉશરણપયન્ના’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યજીનું ભાષણ’-નું પરિશિષ્ટ;  ૪. જૈગૂકવિઓ : ૩(૨); ૫. ડિકૅટલૉગભાઈ : ૧૭(૩); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]