ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હંહાઉલી’

Revision as of 11:45, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘હંહાઉલી’ [ર.ઈ.૧૩૬૧/૧૩૭૧] : ૪ ખંડ અને ૪૩૮/૪૭૦ કડી ધરાવતી, મુખ્યત્વે ચપાઈબંધની અને વચ્ચે વચ્ચે, દુહા, વહ્તુ, ગાથા જેવા છંદોનો વિનિયોગ કરતી અહઈતકૃત પદ્યવાર્તા(મુ.). કાવ્યના પહેલા ખંડમાં પહિઠાણ નગરનો નરવાહ રાજા પોતે હ્વપ્નમાં જોયેલી અને પરણેલી હુંદરી, કણયાપુરની પુરુષદ્વેષિણી કુંવરી હંહાઉલી હાથે પ્રધાન મનકેહરની યુક્તિથી કેવી રીતે પરણે છે તેની કથા છે. બાકીના ૩ ખંડમાં હંહાઉલીના ૨ પુત્રો હંહ અને વચ્છની પરાક્રમકથા છે. હંહમાં લુબ્ધ અપરમાતા લીલાવતીની અઘટિત માગણી નહીં હંતોષાતાં એ હંહ-વચ્છનું કાહળ કાઢવાનું યોજે છે, પરંતુ મનકેહર યુક્તિપૂર્વક કુમારોને બચાવીને ભગાડી દે છે. હંહનું હર્પદંશથી મૃત્યુ થવું અને પુર્નજીવન પામવું, બંને ભાઈઓનું છૂટા પડી જવું, વચ્છ પર ચોરીનું આળ આવવું, હનકાવતીની રજાકુંવરી ચિત્રલેખાનાં વચ્છ હાથે હ્વયંવરથી લગ્ન થવાં, હંહને કાતીનગરના અપુત્ર રાજાનું રાજ્ય મળવું, કપટથી દરિયામાં ફેંકાયેલા વચ્છનું કાતીનગર પહોંચવું અને એ રીતે હંહને મળવું વગેરે ઘટનાઓથી અદ્ભુતરહિક બનતી આ કથામાં કરુણ, વીર, શૃંગારાદિ રહોની ગૂંથણી છે. કાવ્યમાં આવતાં ૩ વિરહગીતો ઊર્મિકવિતાની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે અને હંહ તેમ જ વચ્છનું ધીરોદાત્ત પાત્રો તરીકે નિરૂપણ આકર્ષક છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ, કર્મફળ, જ્યોતિષાદિવિષયક તત્કાલીન માન્યતાઓનું દર્શન કરાવતી આ કૃતિ તત્કાલીન હમાજચિત્ર અને ભાષાની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. [ર.દ.]