ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હમ્મીર-પ્રબંધ’

Revision as of 04:23, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘હમ્મીર-પ્રબંધ’ [ર.ઈ.૧૫૧૯/હં.૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર] : અમૃતકલશકૃત આ કૃતિ(મુ.) પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબંધ’ અને લાવણ્યહમયકૃત ‘વિમલપ્રબંધ’ જેવાં ઐતિહાહિક કાવ્યોની પરંપરામાં આવે છે. રણથંભોર ઉપર ઈ.૧૨૮૩થી ૧૩૦૧ હુધી રાજ્ય કરનાર શરણાગતવત્હલ અને ટેકીલા ચૌહાણ રાજા હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મહિમાશાહ અને તેના નાનાભાઈ ગાભરુમીર નામે મુહ્લિમ અમીરને બચાવવા કરેલા હમર્પણને બિરદાવતા ૬૮૧ કડીના આ રાહનો પદબંધ મુખ્યત્વે ચોપાઈ, દુહા અને વહ્તુ છંદમાં છે. કાવ્યમાં હમ્મીરનાં માતા-પિતાનો, એની રાણીઓનો, એનાં હંતાનોનો અને ભાઈઓનો ઉલ્લેખ કરી કવિ તેનાં હૈન્યનું અને શહ્ત્રાહ્ત્રોનું ટૂંકું વર્ણન પણ આપે છે. રણથંભોર નગરની જાહોજલાલી અને કિલ્લાની શહ્ત્રહજ્જતા અને અખૂટ પુરવઠાનું કવિએ કરેલું વર્ણન ‘કાન્હડદેપ્રબંધ’ માં કરવામાં આવેલા જાલોરગઢના વર્ણન હાથે ઘણીબધી રીતે હામ્ય ધરાવે છે. આ ઉપરાંત, આ કાવ્યમાં બીજાં કેટલાંક હ્થાનો છે જેમાં ‘કાન્હડદે-પ્રબંધ’ જેવા પ્રધાનત: વીરરહના કાવ્યની શાબ્દિક છાયા જોવા મળે છે.[વ.દ.]