ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અજ્ઞાતકર્તા

Revision as of 09:00, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



અજ્ઞાતકર્તા(Anonym) : ઉપલબ્ધ કૃતિનો અજ્ઞાત કર્તા. અલિખિત સાહિત્યની પ્રણાલીને કારણે અસ્તિત્વમાં આવેલી લોકસાહિત્યની કૃતિઓના મોટા ભાગના કર્તાઓને આ સંજ્ઞા હેઠળ મૂકી શકાય. મધ્યકાલીન સાહિત્યની અનેક પ્રાપ્ત કૃતિઓના કર્તાઓનાં નામ અજ્ઞાત છે. પ.ના.