ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધિરોહ

Revision as of 09:42, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અધિરોહ(Elevation) : સાધારણ અર્થમાં પ્રયોજાતા શબ્દો કોઈક કારણસર સમય જતાં સન્માનસૂચક અર્થમાં પ્રયોજાવા લાગે ત્યારે શબ્દની અર્થચ્છાયામાં થયેલા આ પ્રકારના વિધેયાત્મક ફેરફારને અધિરોહ(Elevation) તરીકે ઓળખવામાં આવે છે. જેમકે, નગરવાસી માટે પ્રયોજાતો ‘નાગરિક’ શબ્દ પછીથી ‘સંસ્કારી’ કે ‘સભ્ય’ના અર્થમાં અધિરોહ પામ્યો છે. લેખકની ઉચ્ચ શૈલીના સંદર્ભમાં પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. હ.ત્રિ.