ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરર્વિરોધ

Revision as of 08:25, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આંતર્વિરોધ (Antinomy) : કોઈપણ બે સિદ્ધાંતો કે નિયમો વચ્ચેનો એવો વિરોધ કે જે એક તબક્કે સમાધાનની ભૂમિકાએ આવી શકે. એક ચોક્કસ સિદ્ધાન્ત સંબંધી આવાં બે વિરોધી વલણો પોતપોતાની આગવી રીતે તથ્યપૂર્ણ અને સ્વીકારપાત્ર હોય. ‘રુચિના આંતવિર્રોધ’ (Antinomy of Taste) સંબંધે કાન્ટ કહે છે તેમ રુચિ (Taste) પરત્વે ચર્ચાની સંભાવના નથી અથવા તે અંગે ચર્ચાને વિપુલ અવકાશ છે – આ બન્ને વલણો સ્વીકારપાત્ર છે. ચં.ટો.