ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગ્રન્થકર્તૃત્વ

Revision as of 13:07, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગ્રન્થકર્તૃત્વ(Authorship)'''</span>: જે તે કૃતિના કર્તાને ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગ્રન્થકર્તૃત્વ(Authorship): જે તે કૃતિના કર્તાને નામે તે કૃતિ કે ગ્રન્થનું કર્તૃત્વ ઇતિહાસમાં નોંધવામાં આવે છે. જૂના સમયની કેટલીક કૃતિઓમાં કર્તાનું નામ સૂચવાયું ન હોય ત્યારે ગ્રન્થકર્તૃત્વની સમસ્યા ઊભી થાય છે. પ્રતિષ્ઠિત કર્તાની કોઈક કૃતિમાં તેનો નામોલ્લેખ ન મળતો હોય તો તે કૃતિની રચનાશૈલી આદિના આધારે તેનું ગ્રન્થકર્તૃત્વ નિશ્ચિત કરી શકાય છે. ચં.ટો.