ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/છ/છદ્મનામ

From Ekatra Wiki
Revision as of 15:04, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


છદ્મનામ(Allonym) : સાહિત્યકૃતિના મૂળ કર્તા દ્વારા અન્ય કોઈ કર્તાના નામ હેઠળ રજૂ કરાયેલી સાહિત્યકૃતિ અથવા જે તે સાહિત્યકૃતિ માટે આગળ ધરવામાં આવેલા અન્ય કર્તાના નામના સંદર્ભમાં આ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે. મધ્યકાલીન સાહિત્યમાં આ પ્રકારની કૃતિઓ સંશોધનને આધારે અલગ તારવી શકાય છે. મીરાંનાં કેટલાંક પદો મૂળમાં અન્ય કર્તાઓએ રચેલાં અને મીરાંના નામે પ્રચારમાં મૂકેલાં. ચં.ટો.