ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાર્સિસસ ગ્રંથિ

From Ekatra Wiki
Revision as of 04:52, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નાર્સિસસ ગ્રંથિ (Narcissus Complex) : જલાશયમાં પોતાનું પ્રતિબિંબ જોઈ પોતા સાથે પ્રેમમાં પડી, ઝૂરીને અવસાન પામતા એક યુવાનની ગ્રીકકથા પરથી મનોવિશ્લેષણમાં આત્મરતિ માટે નાર્સિસસ ગ્રંથિનો પ્રયોગ થાય છે. આ ગ્રંથિ આત્મકેન્દ્રી વ્યક્તિત્વનું સૂચન કરે છે. વ્યક્તિત્વવિકાસના શિશુકાળમાં આ સ્થિતિ સાધારણ છે. પણ પુખ્તવયે એનો અતિરેક વ્યક્તિત્વની કુંઠા બને છે. લેખકો અને એમનાં લખાણોમાં ક્યારેક આ ગ્રંથિ પ્રબળ રીતે પ્રવર્તતી જોઈ શકાય છે. ચં.ટો.