ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાંડિત્યાભાસ

From Ekatra Wiki
Revision as of 07:20, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પાંડિત્યાભાસ(Pedantry) : જ્ઞાનનો કૃતક દેખાવ કરવાની વૃત્તિ. વધુ પડતાં અવતરણો, ઉલ્લેખો તથા અલ્પ પરિચિત ઉદાહરણોના ભારણવાળું લખાણ રજૂ કરવાનું વલણ. ગુણવત્તાની દૃષ્ટિએ સામાન્ય પણ જ્ઞાનપ્રદ હોવાનો આભાસ રચતું આ પ્રકારનું લખાણ પાંડિત્યાભાસી લેખન (Pedantic writing) તરીકે ઓળખાય છે. ચં.ટો.