ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુનરુક્તિ

From Ekatra Wiki
Revision as of 07:25, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પુનરુક્તિ (Palilogy) : મહત્ત્વ ઉપસાવવા માટે શબ્દ કે વાક્યખંડની પુનરાવૃત્તિ. જેમકે ‘કાન્ત’ના ‘વસન્તવિજય’ના પ્રારંભમાં આવતી પંક્તિ : ‘નહીં નાથ નહીં નાથ ન જાણો કે સવાર છે / આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.’ ચં.ટો.