ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાર્વત્રિકતા

Revision as of 07:23, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાર્વત્રિકતા(Universality) : કોઈ કૃતિની ગુણવત્તા ચોક્કસ સમય, સ્થળ, પરિસ્થિતિ, ઘટના અને વ્યક્તિને એ રીતે અતિક્રમી જાય છે કે એ કૃતિ કોઈપણ કાળે, કોઈપણ સ્થળે સર્વને માટે આનંદ આપારી નીવડે છે. કૃતિને સાર્વત્રિક પ્રભાવ અર્પનાર આ ગુણધર્મ છે. આથી સાર્વત્રિકતાને લક્ષ્ય કરતો સર્જક મુખ્યત્વે શાશ્વત માનવપ્રકૃતિ અને વર્તનમાં રસ ધરાવતો હોય છે. હ.ત્રિ.