ચૂંદડી ભાગ 1/72.આછેરું કંકુડું ઘોળ્યે રે લાડી (ચોરી વખતે)

Revision as of 07:21, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|72|}} {{Poem2Open}} આખરે જેના પડઘા બોલતા હતા તે વિદાયનો દિવસ આવી પહોં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


72

આખરે જેના પડઘા બોલતા હતા તે વિદાયનો દિવસ આવી પહોંચે છે. અને કન્યાને જૂની સ્નેહગાંઠો છોડી નવા સંબંધ બાંધવા શિખામણ આપનાર વરરાજા આ ગીતમાં બોલતો કલ્પાયો છે :

આછેરું કંકુડું ઘોળ્યે રે લાડી
આછેરી પીળ્ય કઢાવું!
તારા બાપનાં ઝૂંપડાં મેલ્ય રે લાડી
…ભાઈના મ્હેલ દેખાડું!
તારી માતાનો ખોળલો મેલ્ય રે લાડી
1…વહુ તે સાસુ દેખાડું!
તારા વીરાનો કેડલો મેલ્ય રે લાડી
1…ભાઈ દેર દેખાડું!
તારી બેનીનો છેડલો મેલ્ય રે લાડી
1…બા નણદી દેખાડું!

એમ પિયર-સંસારનાં તમામ જૂનાં સ્નેહ-પાત્રોને બદલે નવાં આપ્તજનોની સૃષ્ટિનો મોહ લગાડવાના પ્રયત્નો ચાલવા લાગ્યા.