ચૂંદડી ભાગ 1/81.મેં તો હરખે ચાંપલિયો રોપાવિયો (કન્યા વળાવતાં)

Revision as of 07:36, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|81|}} {{Poem2Open}} માતા અફસોસ કરી રહી છે કે મારી ચંપાકળી મેં અંતરનાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


81

માતા અફસોસ કરી રહી છે કે મારી ચંપાકળી મેં અંતરનાં અમૃત પાઈને ઉછેરી, ને આજ તો એ પારકાને હાથે ચૂંટાઈ ગઈ : ત્યારે સામે વરની માતા પણ રમૂજી ફરિયાદ મૂકે છે કે મારા પુત્રને ય પારકી જણીએ વશ કરી લીધો.

મેં તો હરખે ચાંપલિયો રોપાવિયો રે
મારો ઉછેરતાં ભવ જાય,
ફૂલડાં વેળાએ માળી લઈ ગયા રે!
મેં તો હરખે ને લાડવઈ1 મોટાં કર્યાં રે;
મારો ઉછેરતાં ભવ જાય,
કામની વેળાએ જમાઈ લઈ ગયા રે!
મેં તો હરખે ને જિયાવર મોટા કર્યા રે;
મારો ઉછેરતાં ભવ જાય;
કમાઈ વેળાએ વહુએ વશ કર્યા રે!