ચૂંદડી ભાગ 1/93.લાડડી ટોડલા જેવડી રે

Revision as of 09:46, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|93.|}} {{Poem2Open}} પતિ જાણે રમૂજ કરે છે કે, ઓ સ્ત્રી! તું આવડી મોટી થઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


93.

પતિ જાણે રમૂજ કરે છે કે, ઓ સ્ત્રી! તું આવડી મોટી થઈને પછી કેમ પરણી? તું આટલાં વર્ષો સુધી શું કરતી હતી? શું તને કોઈ સ્વીકારનાર મળતો નહોતો? ચતુર નારી કુનેહભર્યો જવાબ વાળે છે; જાણે પોતે આવાં મનગમતાં સાસરિયાં મેળવવા માટે રોજ રાતે પ્રભુને પ્રાર્થના કરતી હતી :

લાડડી ટોડલા જેવડી રે,
લાડડી આવડલાં તે વરસ તું ક્યાં રહી રે?

હું તો દીએ સૂતી ને રાતે જાગતી રે!
હું તો સસરોજી…ભાઈ માગતી રે. — લાડડી.
હું તો દીએ સૂતી ને રાતે જાગતી રે!
હું તો સાસુજી…બાઈ માગતી રે. — લાડડી.