ચૂંદડી ભાગ 2/57.ચંપો ઘેર ગંભીર

Revision as of 09:19, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|57.|}} <poem> મારા ચોક વચ્ચે રે ચંપો રોપિયો, ચંપો થિયો છે રે કાંઈ ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


57.

મારા ચોક વચ્ચે રે ચંપો રોપિયો,
ચંપો થિયો છે રે કાંઈ ગંભીર
વધાવો જી રે મારે આવિયો.

હું તો વળી રે દાદાજીના દેશમાં,
એના દેશમાં રે ઝાઝાં આંબાનાં ઝાડ. — વધાવો.

એક આંબો પાકે ને કેરી નીપજે,
રસ જમશે રે મારો માડીજાયો વીર. — વધાવો.

મારા ચોક વચે રે ચંપો રોપિયો,
ચંપો થિયો છે રે કાંઈ ઘેર ગંભીર. — વધાવો.

હું તો વળી રે સસરાજીના દેશમાં,
એમના દેશમાં રે ઝાઝાં ડાંગરનાં ઝાડ. — વધાવો.

એક ડાંગર પાકે ને ચોખા નીપજે,
એ તો જમશે રે મારી નણદીનો વીર. — વધાવો.

તે પછી ગીત ફટાણું બની જાય છે :

હું તો વળી રે વેવાઈના દેશમાં :
એમના દેશમાં રે ઝાઝાં મવડાનાં ઝાડ. — વધાવો.

એક મવડું પાકે ને દારૂ નીપજે.
એ તો પીશે રે.. વેવાઈ તરજાત. — વધાવો.