દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૧. એક શહેરનો રાય

From Ekatra Wiki
Revision as of 10:28, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૧. એક શહેરનો રાય

મનહર છંદ


એક શહેરનો રાય કહે સુણો કવિરાય,
ઘણા તમો જેવા અહિં કવિ ઘેર ઘેર છે;
તમારા મુલકમાં તો કવિયોનો ટોટો હશે,
અહીં તો આ સમયમાં કવિ ટકે શેર છે;
કહે કવિ સુણો રાય સર્વ કવિ ટકે શેર,
એવું આ સભામાં હોય એ તો કાળો કેર છે;
ખાજાં ભાજી હતાં એક શહેરમાં ટકે શેર,
આજ જાણ્યું એવું બીજું આપનું શહેર છે.