પરકમ્મા/બન્ને નિર્દોષ

From Ekatra Wiki
Revision as of 08:59, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બન્ને નિર્દોષ

બન્ને અસહાય હશે : બન્ને નિરપરાધી હશે. તું મારી પરણેતર છે : હું તારો કંથ છું : તારા જોબનના પ્રથમ મલ્લાર–સ્વરની જ વાટ જોઉં છું : એવી ચોખવટ નહિ કરનારો રીસાળુ કોઈક સુહાગી પલ પર પહોંચીને નિજ સુંદરીને વિસ્મયના પ્રેમ–પછેડામાં લપેટી લેવાની ધીરગંભીર પ્રતીક્ષા કરતો હશે અને બીજી બાજુએ ઘનપલ્લવ અટવીની નિતાંત એકલતા વચ્ચે ઊછરતી કિશોરી, પોતાને રોજ પ્રભાતે એકલદંડીઆમાં મૂકીને સંસારની ગડમથલમાં ચાલ્યા જતા આ એકાકી માનવીનું આકર્ષણ હારી બેઠી હશે. યૌવન છાનુંમાનું આવીને રોમેરોમે લપાઈ ગયું હશે – અને એકલદંડીઆની નીચે થઈને નીકળ્યો હશે હઠીઓ વણઝારો.