પૂર્વાલાપ/૯૪. સ્વર્ગસ્થ દેવીને પ્રાર્થના

From Ekatra Wiki
Revision as of 16:04, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯૪. સ્વર્ગસ્થ દેવીને પ્રાર્થના


[પદ]

આવો, આવો, આવો, આવો, દેવી!
આવો આવો, આજ!
માગું આવો, આવો, આવો, દેવી!
આવો, આવો, આજ!

રજની ખીલે છે નવી નિર્મલ ધવલ પ્રકાશ,
સાગર ગાય સુહામણું હૃદયે પ્રકટે આશ :
સ્વામીનાં દયાળું દેવી! કરશો ના નિરાશ,
માગું કરશો ના નિરાશ.

દેવી! આવો, આવો, આવો, આવો,
આવો, આવો, આજ!

નોંધ: