પ્રત્યંચા/નક્ષત્રોદય

From Ekatra Wiki
Revision as of 06:22, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નક્ષત્રોદય| સુરેશ જોષી}} <poem> બોલેલ મારો લઘુ એક શબ્દ એના ખગો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નક્ષત્રોદય

સુરેશ જોષી

બોલેલ મારો લઘુ એક શબ્દ
એના ખગોળે અથડાઈ ફાટ્યો;
અસંખ્ય સૂર્યોતણી ઉષ્ણ બાષ્પ
ફેલાઈ એના અવકાશમાં ને
ધીમે ઝમી પાંપણની ક્ષિતિજે
નક્ષત્ર નાનું ચમકી ઊઠ્યું ત્યાં.
આશ્ચર્યથી જોઈ રહ્યો હું એને:
નક્ષત્રોનો ઉદય શું થશે શબ્દશબ્દે જ આમ?