પ્રત્યંચા/પાંખડી

From Ekatra Wiki
Revision as of 05:45, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાંખડી| સુરેશ જોષી}} <poem> ખૂલી ગઈ આ પાંદડી કોની અગોચર આંખડી?...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પાંખડી

સુરેશ જોષી

ખૂલી ગઈ આ પાંદડી
કોની અગોચર આંખડી?

સંકેલીને એનીમહીં ગોપ્યું હતું આકાશ?
શું એ જ ઊઘડી વિસ્તર્યું? કેવું મધુરું હાસ!
તુષારકેરી મંજૂષામાં સાચવ્યો’તો જે સૂરજ,
એ જ આંજે તેજથી આ સૃષ્ટિને?
કેવું અહો અચરજ!
આ હવા આળોટી એની ગોદમાં,
આવી બનીને મત્ત સૌરભ મોદમાં?
ઘૂઘવે વિહ્વળ બની સાગર,
એ ગુપ્ત એના અશ્રુનો આકર?
અગ્નિની આ દીપ્ત કાન્તિ,
એના હૃદયની ગૂઢ એ ઘૂંટેલ શાન્તિ?
મર્મમાં એના ઊડે જે ગુલાલ,
બ્રહ્માણ્ડ આખું એ વડે છે ખુશખુશાલ!

ખૂલી ગઈ આ આંખડી,
કો’ અગોચર પદ્મની શું પાંખડી?