યાત્રા/તંબૂરના તાર

Revision as of 03:16, 20 May 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તંબૂરના તાર

તંબૂરના તાર બધા મળ્યા અને
અનેક સૂરો થકી પુષ્ટકાય
યથેષ્ટ છે સિદ્ધ મહાન ‘सा’ થયો.

એના તને અર્પિત મૂક તંત્રમાં,
ઉસ્તાદ ! તારાં રચ રાગરાગિણી;
ઝંકારતી શાંતિની પીઠિકા પરે
નર્તી રહો દિવ્ય મુદાની નાગિણી.


માર્ચ, ૧૯૪૫