યાત્રા/– જઈએ

Revision as of 11:41, 18 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|– જઈએ|}} <poem> અહા, આવે આવે કુસુમ સમ કે કોમલ કશી, ઉષાની હૂંફાળી અરુણવરણ અંગુલિ જશી, વસંતે કૂજંતા પ્રથમ પિકના શાવક સમી, અરે તારી, બાલે મધુર સુભગે, પ્રીતિ વસમી! ખરે, મારે એને ઉર ધરવી? ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
– જઈએ

અહા, આવે આવે કુસુમ સમ કે કોમલ કશી,
ઉષાની હૂંફાળી અરુણવરણ અંગુલિ જશી,
વસંતે કૂજંતા પ્રથમ પિકના શાવક સમી,
અરે તારી, બાલે મધુર સુભગે, પ્રીતિ વસમી!

ખરે, મારે એને ઉર ધરવી? ના હું કુસુમની
ઉષાની અર્ચાનો અધિકૃત, ન વીણા મુજ બની
સુરીલી, સૃષ્ટિના સુર ઉર ઝીલી જે પ્રતિરવ
દિયે દૈવી પ્રીતિ-રસ-રણકનો કો અભિનવ.

હજી મારે વીણા બહુય સજવાની, કુસુમ હે,
હજી તારાં અંગે રજકણ અને કંટક વહે;
બસૂરાં કાંટાળાં ઉર થકી કયી રાગિણું ઝરે,
અને જેથી પૃથ્વી છલકત સુધાના સરવરે?

નહીં, ચાલો જૈએ અભિનવ-કલા-સાધક કને,
જહી તારું મારું રસધન બધું દિવ્ય જ બને.
એપ્રિલ, ૧૯૪૩