રવીન્દ્રપર્વ/૧૦૪. કાર મિલન ચાઓ

From Ekatra Wiki
Revision as of 06:13, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૪. કાર મિલન ચાઓ| }} {{Poem2Open}} હે વિરહી, તું કોના મિલનને ઝંખે છે?...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦૪. કાર મિલન ચાઓ

હે વિરહી, તું કોના મિલનને ઝંખે છે? હે શાન્તિસુખહીન મન, આ કુટિલ જટિલ ઘોર ભવ-અરણ્યમાં તું તેમને ક્યાં શોધે છે? જો જો, ચિત્તકમળમાં એમનાં ચરણપદ્મ શોભે છે. હે મન, એ અમૃતજ્યોતિ કેવો સુન્દર છે! (ગીત-પંચશતી)