રવીન્દ્રપર્વ/૧૦૯. કી રાગિણી બાજાલે

From Ekatra Wiki
Revision as of 06:20, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૯. કી રાગિણી બાજાલે| }} {{Poem2Open}} હે મનમોહન, હૃદયમાં મોહિત કરના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦૯. કી રાગિણી બાજાલે

હે મનમોહન, હૃદયમાં મોહિત કરનારી આ તે શી રાગિણી વગાડી તે તો તું જ જાણે, તું જ જાણે, મારા મુખ ભણી જોયું અને નીરવે શું ગાયું, શાથી મારાં મન, પ્રાણ મોહી પડ્યા તે તો તું જ જાણે, તું જ જાણે. એનો ધ્વનિ, એનો પ્રતિધ્વનિ હું દિવસરાત સાંભળ્યા કરું છું. તેં શી રીતે મારા મર્મને સ્પર્શ કર્યો, તે તું ક્યાંથી પ્રાણને છીનવીને લાવ્યો, તે તો તું જ જાણે, તું જ જાણે. (ગીત-પંચશતી)