રવીન્દ્રપર્વ/૧૧. મારાં આ સકલ અંગે

From Ekatra Wiki
Revision as of 07:46, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. મારાં આ સકલ અંગે| }} <poem> મારાં આ સકલ અંગે તારો શુભ સ્પર્શ અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૧. મારાં આ સકલ અંગે

મારાં આ સકલ અંગે તારો શુભ સ્પર્શ
અંકિત થઈને રહૃાો રજનીદિવસ.
પ્રાણેશ્વર, એ વાતને સ્મરી સદા મને
રાખીશ પવિત્ર કરી સદા અંગ મમ.
મને તું જ વિરાજે છે, હે પરમ જ્ઞાન,
એ વાત ના ભૂલી કદિ મારાં સર્વ ધ્યાન —
ચિન્તન થકી હું મથી કરીને પ્રયત્ન
સર્વ મિથ્યા પરિહરી કરી દૈશ દૂર.
હૃદયે રહ્યું છે તવ અચલ આસન
એ વાતને સ્મરી સદા હાંકી હું કાઢીશ
સકલ કુટિલ દ્વેષ, સર્વ અમંગલ —
પ્રેમને રાખીશ કરી પ્રસ્ફુટ નિર્મલ.
સર્વ કર્મે રહી તારી શક્તિ જ અપાર,
જાણી સર્વ કર્મે તારો કરીશ પ્રચાર.
(નૈવેદ્ય)

વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪