રવીન્દ્રપર્વ/૧૩૬. ઘરેતે ભ્રમર એલ ગુન્ગુનિયે

From Ekatra Wiki
Revision as of 07:30, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૬. ઘરેતે ભ્રમર એલ ગુન્ગુનિયે| }} {{Poem2Open}} ઘરમાં ભ્રમર ગુનગુન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૩૬. ઘરેતે ભ્રમર એલ ગુન્ગુનિયે

ઘરમાં ભ્રમર ગુનગુન કરતો આવ્યો. મને એ કોની વાત સંભળાવી જાય છે? પ્રકાશમાં કયા આકાશમાં માધવી વનમાં જાગી ઊઠી એ ફૂલને જગાડવાના ખબર લઈને આવ્યો છે. આખો દિવસ એ જ વાત મને એ સંભળાવી જાય છે. ઘરમાં શી રીતે રહું? મન અસ્વસ્થ થઈ જાય છે! દિવસ ગણતાં ગણતાં સમય કેમ વીતશે? એ શી માયાનો સ્પર્શ કરાવી જાય છે! એણે બધાં કામકાજ ભુલાવી દીધાં છે. ગીતના સૂરની જાળ વણવામાં વેળા વીતી જાય છે. મને એ કોની વાત સંભળાવી જાય છે? (ગીત-પંચશતી)