રવીન્દ્રપર્વ/૫૭. શેષ ચુમ્બન

From Ekatra Wiki
Revision as of 10:55, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૭. શેષ ચુમ્બન| }} <poem> દૂર સ્વર્ગે બજે જાણે નીરવ ભૈરવી, પ્રભાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫૭. શેષ ચુમ્બન

દૂર સ્વર્ગે બજે જાણે નીરવ ભૈરવી,
પ્રભાતે કરુણ ચન્દ્ર શીર્ણ મુખચ્છવિ.

મ્લાન થઈ ગયા તારા; પાણ્ડુર વિધુર
પૂર્વ દિગ્વધૂનું કપોલ શિશિરસિક્ત.

ધીરે ધીરે હોલવાઈ ગઈ દીપશિખા
સરી ગઈ યામિનીની સ્વપ્નજવનિકા.
પ્રવેશ્યો બારીએ મારી પરિતાપસમ
રક્તરશ્મિ પ્રભાતનો આઘાત નિર્મમ.

તે જ ક્ષણે ગૃહદ્વારે સત્વર સઘન
અમારું બંનેનું શેષ વિદાયચુમ્બન

ઘડીકમાં ધણધણી ઊઠ્યો ચારે બાજુ
કર્મનો ઘર્ઘર રવ સંસારને પથે

મહારવે સિંહદ્વાર ખૂલ્યાદ્વ વિશ્વપુરે
અશ્રુજલ લૂછી નાંખી ચાલી ગઈ દૂરે.