સંજુ વાળાનાં કાવ્યો/દોહા-૧

Revision as of 01:04, 22 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''દોહા-૧'''</big></big></center> <poem> '''સખ્ય''' દદડે દશ દશ ધારથી રસ નીતરતું વ્હેણ ઝીલો તો જલધાર બને લખીએ તો લાખેણ ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ વ્હાલપ ફૂટે વૃક્ષને શરીરે ફૂટે શાખ તારામાં ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દોહા-૧

સખ્ય

દદડે દશ દશ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જલધાર બને લખીએ તો લાખેણ

ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ
વ્હાલપ ફૂટે વૃક્ષને શરીરે ફૂટે શાખ

તારામાં તું ઓતપ્રોત હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન

તું ચૈતરની ચાંદની તું મંત્રોના જાપ
સ્પર્શું ચાખું સાંભળું સઘળે તારો વ્યાપ

મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ
લય સંધાયો જોગનો ઝળહળ પ્રગટ્યા દીપ

ઝળઝળિયાંની જોડ તું, તું ઘનઘેરી સાંજ
નેહે તનમન કોળતાં વ્રેહે હૈયે દાઝ

ગહન ગુફાના ગોખમાં તે પ્રગટાવી જ્યોત
અંધારું લઈ પાંખમાં ઊડ્યાં અંધ કપોત