સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અલી રઝા ઝૈદી/તરક્કી

From Ekatra Wiki
Revision as of 06:55, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પોતાને પછાત ગણાવીને આપણે જ્યાં ને ત્યાં ખાસ સગવડો ને સલામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          પોતાને પછાત ગણાવીને આપણે જ્યાં ને ત્યાં ખાસ સગવડો ને સલામતીઓ માગતા ફરીએ છીએ. કોઈ બાબતમાં પહેલ કરવાની, યાહોમ કરીને ઝંપલાવવાની તમન્ના આપણામાં નથી; આપણે નમાલા બની ગયા છીએ. જિંદગીભર આપણને કોઈ પંપાળ્યા કરે અને આપણા મોઢામાં કોળિયા મૂક્યા કરે, એવું આપણે ઇચ્છીએ છીએ. એક કોમ પોતાની હાલત સુધારવા માટે તનતોડ જહેમત ઉઠાવવા તૈયાર ન હોય, તો બીજી કોઈ સત્તા તેની તરક્કી કરી શકે નહીં. સદીઓથી આપણે જે ઊંઘમાં પડેલા છીએ તેમાંથી જાગવાનો અને હાથમાં છાલાં પડી જાય એટલી આકરી મહેનત કરવાનો સમય હવે પાકી ગયો છે.