સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/ગઝલ

From Ekatra Wiki
Revision as of 08:56, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> શહેર કોનાં છે ગામ કોનાં છે સૂર્ય પર આઠ નામ કોનાં છે. દૃષ્ટિની પેલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

શહેર કોનાં છે ગામ કોનાં છે
સૂર્ય પર આઠ નામ કોનાં છે.
દૃષ્ટિની પેલે પાર હણહણતા અશ્વ આ બેલગામ કોના છે
અર્શ પર ઝગમગે ચરણ કોનાં ઊચાં ઊચાં મુકામ કોનાં છે
કોના માટે છે ખાસ આ મહેફિલ ને આ દીવાનેઆમ કોનાં છે
કેમ સર્જાઈ છે સકલ સૃષ્ટિ કોણ કરણ ને કામ કોનાં છે
આ ત્રિભુવનમાં વાસ છે કોનો ને આ ચારેય ધામ કોનાં છે.
સૂર્યમાળાનો દૌર છલકાતો કોણ સાકી ને જામ કોના છે
છે ઋતુચક્રમાં ગતિ કોની ને સતત સુબ્હો શામ કોના છે
દંડ ને ભેદ આચરે છે કોણ ચોતરફ સામદામ કોના છે
ખાલી કશ્કોલ લૈ ફરે છે કોણ, જો આ દૌરો દમામ કોના છે
કેમ એકાંતમાં નમે મસ્તક, આ નમન આ પ્રણામ કોના છે
કોણ બંદાનવાઝ છે બોલો ને આ બંદા ગુલામ કોના છે
ઇસ્મે આઝમની રાહ જોનારા જો આ નવ્વાણું નામ કોનાં છે
અન્યને કેમ કોઈ પૂછે કે આ કવિત આ કલામ કોનાં છે.
અર્થ અવકાશને ભરી દેતા
શબ્દ ‘આદિલ’, તમામ કોના છે.



[‘નવનીત-સમર્પણ’ માસિક: ૧૯૯૪]