સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઈશ્વરભાઈ પટેલ/કેડસમા પાણીમાં – ઈશ્વરભાઈ પટેલ

From Ekatra Wiki
Revision as of 06:18, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જૂનાગઢ જિલ્લામાં ભારે પૂરને કારણે ખૂબ તારાજી થઈ હતી. છાયા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          જૂનાગઢ જિલ્લામાં ભારે પૂરને કારણે ખૂબ તારાજી થઈ હતી. છાયા ગામ તો પાણીથી ઘેરાઈને બેટ જેવું બની ગયું હતું. મોટા ભાગનાં મકાનો પાણીમાં ડૂબેલાં હતાં. ત્યાંના લોકોને મળવાની બાબુભાઈને ખૂબ ઇચ્છા હતી. લશ્કરની હોડી લઈને એ તો નીકળી પડ્યા. ડૂબેલાં ઘરોની ઉપરની બારીની જાળીઓ પકડીને તેઓ ધાબે ચડતા અને પીડિતોને સાંત્વના આપતા. એક ગામના લોકોને કાંઈ રાહત પહોંચી નથી, એવા ખબર આવતાં બાબુભાઈ ટ્રેક્ટરમાં બેસીને ઉપડ્યા. ગામથી દૂર ટ્રેક્ટર ઊભું રાખી, કેડસમા પાણીમાં લાકડીને ટેકે ચાલવા માંડ્યા. એક ખાડાનો ખ્યાલ આવ્યો નહિ ને ગળાબૂડ પાણીમાં આવી ગયા. છતાં હિંમતથી ગામમાં ગયા ને બધાંને હૈયાધ્ાારણ આપી.