સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/આવતાનાં એંધાણ પારખનાર

From Ekatra Wiki
Revision as of 12:32, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} નાનાભાઈ [ભટ્ટ], આપણી એક અનોખી વિભૂતિ; નસીબદાર : એમને ‘દર્શક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          નાનાભાઈ [ભટ્ટ], આપણી એક અનોખી વિભૂતિ; નસીબદાર : એમને ‘દર્શક’ મળ્યા. સૌ મહાજનોનું આવડું સદ્ભાગ્ય હોતું નથી. જોહ્ન ધ બાપ્ટિસ્ટની જેમ નાનાભાઈ કહેવામાં ગર્વ લેતા હતા કે, જે મારી પાછળ આવી રહ્યો છે તેના જોડાની વાધરી છોડવાની પણ મારી લાયકાત નથી. નાનાભાઈના આ વાત્સલ્યે, આવતાનાં એંધાણ પારખતી ઉમંગભરી ઉદારતાએ, ‘દર્શક’ને ઘડવામાં ઓછો ફાળો આપ્યો નથી.