સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/એ જ કીમિયો

From Ekatra Wiki
Revision as of 12:00, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’નાં સોએક પદોમાં ભારતવર્ષની પા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’નાં સોએક પદોમાં ભારતવર્ષની પાંચ હજાર વરસની સાધનાનાં ચિરંજીવ તત્ત્વો સર્વગમ્ય પ્રકારે વ્યક્ત થવા પામ્યાં હતાં. એ જ કીમિયો ઉદયશંકરના નૃત્ય દ્વારા પણ થયો છે. ઉદયશંકરે આપણા દેશના વિવિધ નૃત્યપ્રકારોને પોતાની તેજસ્વી પ્રતિભાના રસાયણથી એક સર્વગમ્ય સ્વરૂપ આપી ભારતના આત્માની અપૂર્વ કલાઅભિવ્યક્તિ સાધી છે.