સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/એકાદ ખૂણામાં પણ —

From Ekatra Wiki
Revision as of 08:42, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મારી એક મુગ્ધ માન્યતા છે કે આ વિશાળ વિશ્વમંદિરના એકાદ ખૂણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મારી એક મુગ્ધ માન્યતા છે કે આ વિશાળ વિશ્વમંદિરના એકાદ ખૂણામાં પણ જ્યાં સુધી સત્ય, પ્રેમ કે સૌંદર્ય ઘવાતાં હોય, ત્યાં સુધી વિશ્વમાં અખંડ શાંતિ હોઈ શકે જ નહીં. આપણી પૃથ્વી પર પ્રતિપળે દુભાયેલા પ્રેમના નિશ્વાસના પડઘા શાંતિને અહોરાત વીંધી રહે છે, એ સ્પષ્ટ છે. તે અટકાવવા મનુષ્યજાતિએ એક પણ પ્રયત્ન બાકી રાખવો જોઈએ નહીં.