સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ગરમ કરવા!

From Ekatra Wiki
Revision as of 09:00, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આચાર્ય ક્ષિતિમોહનને એક વાર રાતે ઘેર આવતાં ઠીક ઠીક મોડું થ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આચાર્ય ક્ષિતિમોહનને એક વાર રાતે ઘેર આવતાં ઠીક ઠીક મોડું થયું. ગૃહિણીએ ઊંચા સ્વરે કહ્યું : “જુઓને, ખાવાનું પણ ઠંડું થઈ ગયું!” તરત જ પતિદેવે થાળી ઉપાડીને ગૃહિણીના માથા પર ધરી. “આ શું કરવા માંડયું વળી?” “કાંઈ નહીં, ખાવાનું ગરમ કરી લઉં છું જરી!”