સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ફલશ્રુતિ

From Ekatra Wiki
Revision as of 07:06, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સાહિત્ય અને કેળવણીના ક્ષેત્રાની કામગીરીની છેવટની ફલશ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સાહિત્ય અને કેળવણીના ક્ષેત્રાની કામગીરીની છેવટની ફલશ્રુતિ તે જીવનને સમૃદ્ધ કરવું, લોકશાહીને સાંસ્કૃતિક રીતે પગભર બનાવવી, એ નથી શું? દેશની વસ્તીના ૨૦ ટકા લોકો હરિજનો અને આદિવાસીઓ છે. તેમાં પછાત જાતિના લોકોને ઉમેરીએ તો કુલ ૭૦ ટકા વસ્તી થાય. ૭૦ ટકા લોકો ન-ઇચ્છવા-જેવી સ્થિતિમાં જીવન ગુજારતા હોય, તે સંજોગોમાં કોઈ લોકશાહી સાંસ્કૃતિક, આર્થિક કે સામાજિક રીતે પગભર થઈ શકે નહિ.