સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/લપડાક કોને?

From Ekatra Wiki
Revision as of 08:58, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} રશિયન વાર્તાકાર ચેખોવને સામાન્ય લોકો કારુણ્યમૂર્તિ તરી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          રશિયન વાર્તાકાર ચેખોવને સામાન્ય લોકો કારુણ્યમૂર્તિ તરીકે ઓળખતા. એક વાર ચેખોવની હાજરીમાં કોઈ ઉતારુએ એક પોર્ટરને લપડાક મારી, ત્યાં એ મજૂર બૂમ પાડી ઊઠ્યો : “શું? મને તું લગાવે છે? તું એમ માને છે કે મને તું મારે છે? બેવકૂફ! પેલા આદમીને તું મારી રહ્યો છે — નહીં કે મને!” અને એણે ચેખોવ તરફ આંગળી કરી. [‘સર્જક પ્રતિભા’ (ભાગ ૨) પુસ્તક]