સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/સામાન્યજનની સ્મૃતિ

From Ekatra Wiki
Revision as of 08:56, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} [૧૯૫૪માં] શ્રી ટ્રમન મોટર રસ્તે આવતા હતા ને વચ્ચે કોઈ દુકા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          [૧૯૫૪માં] શ્રી ટ્રમન મોટર રસ્તે આવતા હતા ને વચ્ચે કોઈ દુકાનમાં એમનાં પત્ની ખરીદી કરવા ઊતર્યાં, ત્યારે વસ્તુઓ ગાડીમાં મૂકવા આવનાર દુકાનવાળાએ ટ્રમન સામે આંગળી કરીને શ્રીમતી ટ્રમનને કહ્યું : “આ માણસને મેં ક્યાંક જોયા નથી?” શ્રીમતી ટ્રમને ફોડ પાડી. ટ્રમન [અમેરિકાના] પ્રમુખ હતા [૧૯૪૫-૫૩] ત્યારે તેમની છબીઓ છાપાંમાં પેલાના જોવામાં આવેલી. મોટી પદવીઓ ભોગવનારાઓનો ભાર સામાન્ય જનની સ્મૃતિ આવી સહજ રીતે વહન કરે, એનું નામ સમાનતાનું વાતાવરણ.