સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/કોની છે આ ધીંગી ધરતી?

From Ekatra Wiki
Revision as of 05:47, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> કોની છે આ ધીંગી ધરતી? જીવનમાં અમૃતરસ ભરતી, કોની છે આ ધીંગી ધરતી? ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કોની છે આ ધીંગી ધરતી?
જીવનમાં અમૃતરસ ભરતી,
કોની છે આ ધીંગી ધરતી?
કૈંક શ્રીમંતો ને સરદારો
ઊગ્યા — આથમિયા દરબારો,
ચક્રવર્તીઓ થયા ચાલતા
બોલાવી ઘડીભર દેકારો,
ધરા તણી ધણી થઈને ફરતી
લાંબાં લશ્કર લઈ સરકારો :
તેય સૂતી સૌ સોડ તાણીને
મહાકાળનો થઈને ચારો!
ને એ સૌની મશ્કરી કરતી
હસી રહી આજે યે ધરતી!
એ જ લહેરથી વિશ્વ વિહરતી —
કોની છે આ ધીંગી ધરતી?