સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/હજુ વરસાદભીની...

From Ekatra Wiki
Revision as of 06:09, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હજુ વરસાદભીની ધરતીની ખુશબૂ ગમે છે, રહેમત છે ખુદાની: જીવતો છું, તુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

હજુ વરસાદભીની ધરતીની ખુશબૂ ગમે છે,
રહેમત છે ખુદાની: જીવતો છું, તું ગમે છે!
ગમે બુઢ્ઢા સમુદ્રોને જિગર ભરતી અજંપો
શરદની ચાંદની, ને દિલતણું ઝૂરવું ગમે છે!