સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચિનુ મોદી/દરિયા વચ્ચે...

From Ekatra Wiki
Revision as of 07:27, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> દરિયા વચ્ચે પહાડ-પહોળું મત્સ્ય થઈને તરતું ધુમ્મસ, પ્રલય પછીના ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

દરિયા વચ્ચે પહાડ-પહોળું મત્સ્ય થઈને તરતું ધુમ્મસ,
પ્રલય પછીના કોઈ મનુનું નાવ થઈને સરતું ધુમ્મસ;...
આકાશેથી ઝરમર ઝરમર જળ ઓઢેલું ઝમતું ધુમ્મસ,
હળવે હળવે વાયુપગલે મનમાં મારગ કરતું ધુમ્મસ.