સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત પલાણ/શેણે?

From Ekatra Wiki
Revision as of 12:04, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> મન મતવાલું માને શેણે? ઘાવ ઝીલે એ વજ્જરના ને ભાંગી પડે મૃદુ વેણે :...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મન મતવાલું માને શેણે?
ઘાવ ઝીલે એ વજ્જરના ને
ભાંગી પડે મૃદુ વેણે :
મન મતવાલું માને શેણે?
સાત સમંદર પાર કરે, ને
ડૂબે ઝાકળબિન્દુ;
અગ્નિભડકે બળે નહિ એ,
સળગે શીતલ ઇન્દુ.
ઉગ્ર તૃષા ઓલાશે ક્યાંથી,
છો ઘન વરસે નેણે :
મન મતવાલું માને શેણે?
ગિરિવર સરખો બોજ ઉઠાવે,
પુષ્પ તળે કચડાતું;
ઝેરઘૂંટડા જીરવી જઈને,
અમી છલોછલ પાતું.
ચ્હાય ભવોભવ એ નિષ્ઠુરને
દીધી વેદના જેણે :
મન મતવાલું માને શેણે?