સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત પાઠક/શરદનું સોનું

From Ekatra Wiki
Revision as of 12:09, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> આ સીમ ભરીને સોનું રે કોઈ સોનું લ્યો! ઝગમગતું ઝાકળભીનું રે કોઈ સો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આ સીમ ભરીને સોનું રે કોઈ સોનું લ્યો!
ઝગમગતું ઝાકળભીનું રે કોઈ સોનું લ્યો!
આ કિરણકણસલે ડોલે રે કોઈ સોનું લ્યો!
પીળચટી હવાને ઝોલે રે કોઈ સોનું લ્યો!
સારસ ટહુકામાં તરતું રે કોઈ સોનું લ્યો!
શેઢામાં હરતું ફરતું રે કોઈ સોનું લ્યો!
આ ભારે બાંધી લગડી રે કોઈ સોનું લ્યો!
આ જાય થોરથી દદડી રે કોઈ સોનું લ્યો!
આ ગયું ગામમાં ગાડે રે કોઈ સોનું લ્યો!
ઠલવાયું વાડે વાડે રે કોઈ સોનું લ્યો!