સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/એક એવી તે પ્રીત અમે કીધી

From Ekatra Wiki
Revision as of 12:50, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> એક એવી તે પ્રીત અમે કીધી કે ઘૂંટમાં આખી પિયાલી પીધી! પીછામાં એક અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એક એવી તે પ્રીત અમે કીધી
કે ઘૂંટમાં આખી પિયાલી પીધી!
પીછામાં એક અમે પંખીને પામિયા
ને તારામાં એકલ આકાશ;
લહરીમાં એક લીધો સાગરને તાગી
ને એક જ કિરણમાં પ્રકાશ!