સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/એક વારનું ઘર

From Ekatra Wiki
Revision as of 12:41, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> આ આપણું એક વારનું ઘર :... આપણાં એક વારનાં ચળકતાં ગીતો ચુપચાપ કટાય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આ આપણું એક વારનું ઘર :...
આપણાં એક વારનાં ચળકતાં ગીતો
ચુપચાપ કટાય છે આ હીંચકાનાં કડાંમાં;
આપણી પગલીઓ અહીંતહીં રઝળે છે
ઓટલાની ઊખડેલી ઓકળીઓમાં;...
કોઢના ખીલા
ઢીલા ઢીલા મૂગા મૂગા
સુક્કું ઘાસ વાગોળે છે;
— લીલારો ચરવા આપણી ગાય
આઘેના વગડામાં નીકળી ગઈ છે,
બા એને અંધારામાં ખોળે છે —