સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/તે તો મા જ!

From Ekatra Wiki
Revision as of 12:47, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> ગાતાં ગાતાં આંગણું લીંપે ને ગૂંપે, બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે, ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંપે,
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે,
તે તો કોઈ બીજુંય હોય;
પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે,
તે તો મા જ!
રડે ત્યારે છાનું રાખે,
હસે ત્યારે સામું હસે,
છાતીએ ચાંપે,
તે તો કોઈ બીજુંય હોય;
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતાં
જેની આંખમાં ઝળઝળિયાં આવી જાય,
તે તો મા જ!...