સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/નથી જોઈતું આભ...

From Ekatra Wiki
Revision as of 12:56, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> નથી જોઈતું આભ, માત્ર બે પાંખ મળે, બે ટ્હૌકા; નહીં સાગરનો લોભ, મળે બ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નથી જોઈતું આભ, માત્ર બે પાંખ મળે, બે ટ્હૌકા;
નહીં સાગરનો લોભ, મળે બસ એક ન્હાનલી નૌકા....
નથી જોઈતો સૂરજ—થોડો તડકો, થોડું તેજ.
નથી જોઈતી પૃથ્વી—થોડી માટી, થોડો હેજ.