સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/પાકેલા પાનની પીળાશ

From Ekatra Wiki
Revision as of 12:58, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણી કવિતા ક્યાંક આવીને ઊભી રહી ગઈ છે ને પોતાને ઘૂંટી રહી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આપણી કવિતા ક્યાંક આવીને ઊભી રહી ગઈ છે ને પોતાને ઘૂંટી રહી લાગે છે. સ્વાતંત્ર્ય પછીના તરતના ગાળાના આપણા કવિઓ જાણે પોતાનું જે કંઈ સત્ત્વશીલ તે આપી ચૂક્યા હોય એમ જણાય છે, ને હવે એ જ પ્રકારમાં અગાઉનાં કાવ્યોથી ગુણમાં ઊણાં એવાં કાવ્યો રચી રહ્યા છે. કંકુના થાપા, બારસાખનાં તોરણ, સિન્દૂરિયા પાળિયા, કમખાના મોર, એવાં એવાં એક કાળે નવાં નવાં લાગતાં કલ્પનો—પ્રતીકોની પડેલી ઘરેડમાં ગીતો ચાલી રહ્યાં છે. આજે અનેક કલમોએ જે કંઈ નવું હતું તેને રૂઢ કરી નાખ્યું છે, એની કૂંપળની તાજગી હવે પાકેલા પાનની પીળાશમાં પલટાતી જતી જણાય છે. [ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનનું પ્રમુખપ્રવચન : ૧૯૮૯]